लर्नगीता में विभिन्न परीक्षायें
linguistic Epiphanies
મારી ગીતા ચાર ધામ યાત્રા
મારી ગીતા ચાર ધામ યાત્રા જુલાઈ ૨૦૨૧થી શ્રી હરિશ્ચંદ્ર સિંગજી ના માર્ગદર્શનમાં લેવલ ૧ થી પ્રારંભ થઇ. તેમનો વિનમ્ર સ્વભાવ, નિ:સ્વાર્થ સેવા અને સાધકોને આપેલ પ્રોત્સાહન કેમ ભુલાય ? અમારા સહુના ઉચ્ચારણમાં થતી ક્ષતિઓને ખૂબ જ પ્રેમ પૂર્વક સુધારી ને આગળ વધારવા પ્રયત્ન કરતા. પ્રથમ લેવલમાં ઓડિયો સુધારીને વિડિયો તૈયાર કરવા માટે વિવિધ સૂચનો કરતા,ઉત્સાહ આપીને આગળના સ્તરની નોંધણી સુનિશ્ચિત કરતા હતા. તેમની પાસેથી પાયાનું જ્ઞાન મેળવીને અમે સહુ સદ્ભાગી બન્યા. અંતમાં આનંદોત્સવ યાદગાર બની રહ્યો હતો.
લેવલ ૨,૩,અને ૪ માં - ઑગસ્ટ ૨૦૨૧થી ડીસેમ્બર ૨૦૨૨ સુધી મીનળદીદી દાણી અમારા પ્રશિક્ષક રહ્યા. તેમની પાસે ગીતા શીખવાનો અનેરો લાભ જીવનનો અભૂતપૂર્વ લહાવો બની રહ્યો. તેમની કૃતિભક્તિમાં જ્ઞાન અને વિનમ્રતાનો સમન્વય છે.મીનળદીદી સ્તર મુજબ મૂળભૂત સિધ્ધાંતો બતાવીને સમજણના આગલા સ્તર સુધી લઇ જતા. ગીતાજીના શ્લોકો આઘાત, હ્રસ્વ દીર્ઘ , અનુસ્વાર, અવગ્રહ અને વિસર્ગ સાથે શુધ્ધતાપૂર્વક , લયબધ્ધ કેવી રીતે ગવાય તે બહુ જ સરળતાથી શીખવતા હતા. એકલ અનુપઠન વખતે થયેલી ભૂલોનું નિવારણ ધીરજ અને પ્રેમથી કરતા. અર્થ વિવેચન અને વ્યાકરણ સત્રનો સમયાનુસાર લાભ લેવા તેઓ અચૂક ભલામણ કરતા જેથી સમજણ વધી શકે. ચોથા લેવલમાં મૂળ ગીતા પ્રમાણે કઇ રીતે પાઠ કરવો તે પણ જાણવા મળ્યું.
દરેક આનંદોત્સવ મા સાધકો જ્યારે જ્યારે તેમનો વ્યક્તિગત આભાર પ્રગટ કરીને તેમને ધન્યવાદ આપતા ત્યારે તેઓ અત્યંત નમ્રતાથી પોતે “નિમિત્તમાત્ર” છે તેમ કહીને ખરો યશ કૃષ્ણ ભગવાન અને પરમપૂજ્ય ગુરુજી ગોવિંદગિરિજીને- ગીતા પરિવારને અર્પણ કરતા.
ગીતા પરિવારના અન્ય ઉપક્રમો જવા કે રામરક્ષા સ્તોત્ર અને વિષ્ણુ સહસ્રનામમા જોડાવા માટે આગ્રહ કરતા.સાધકોને પરીક્ષા આપવા માટે પ્રેરણા આપીને જરુરી તૈયારી કરાવતા.
સાધકોની યોગ્યતા, પસંદગી અને રુચિ અનુસાર વિવિધ ક્ષેત્રોમાં સેવા માટેની તકોની માહિતિ વખતોવખત આપીને ઉત્સાહ વધારતા. કોઇને પણ કોઇ પણ સેવા ક્ષેત્રમાં તક મળતી ત્યારે તેઓ અભિનંદન પાઠવીને બીજા બધાને પ્રોત્સાહિત કરતા. પ્રત્યેક વર્ગની આતુરતાપૂર્વક રાહ જોવાતી અને દરેક વર્ગનો વિશિષ્ટ આનંદ રહેતો.
અંતમાં બંને પ્રશિક્ષકોએ તેમની નિ:સ્વાર્થ સેવા, સમયદાન અને સૌમ્ય વર્તન દ્વારા સકારાત્મક ઉર્જા આપી છે.
“તમસો મા જ્યોતિર્ગમય” નો પ્રત્યક્ષ અનુભવ એટલે જ ગીતા પરિવાર। !!!
મને આ મનોગત વ્યક્ત કરવાની તક આપવા બદલ ગીતા પરિવારનો હું ઋણી છું. ગીતા પરિવારના “ હર કર ગીતા, હર ઘર ગીતા” ના સૂત્રને ચરિતાર્થ કરવા અમે દંપતિ રુપે કટિબધ્ધ છીએ.
- देवराज मजमुदार
गीताजी को कंठस्थ कर अनेको दैवी गुणों से युक्त साधकों का परीक्षण करना अपने आप मे ही एक अत्यंत महत्त्वपूर्ण सेवा है, यह परीक्षक को भी बहुत कुछ सिखाती है।
हम गीता परिवार के सदा ऋणी रहेंगे जो जीवन के अनेकों पहलुओं से हमें आत्मसात् करवाते हुये जीने की कला सिखाती है। निश्चित ही परीक्षार्थीयों के मन में विभिन्न भाव आते हैं। कुछ अर्जुन समान अनपेक्षित भय से घबराये होते है, कुछ कृष्ण कृपा से अत्यंत सरलता और सहजता से यह परीक्षा उत्तीर्ण कर लेते हैं। गीता परिवार का विशेष लक्ष्य ऐसे साधकों पर है जिनके अंतरमन मे भय है कि क्या यह सम्भव है? क्या हमें परीक्षा में सफलता मिलेगी?
परीक्षा के समय, सर्वप्रथम परीक्षक उन्हे बतलाते है कि यह अद्भुत बात अवश्य ही सम्भव है, क्यूंकि गीताजी हमें जीवन में निर्भय होना सिखाती है। परीक्षा के समय साधकों को यह आश्वासन दिलाया जाता है कि गीताजी ने आपका हाथ थामा है इसलिए आप के भीतर यह आत्मविश्वास उत्पन्न हुआ है।
जीवन में कोई परीक्षा साधारण नही होती उसी प्रकार यह केवल कण्ठस्थीकरण मात्र की परीक्षा नही है। गीताजी अमृत है जिसका उन्होंने रसपान किया है। इस दैवी संवाद के केवल श्रवण मात्र से जीवन पावन हो जाता है और जो साधक परीक्षा मे बैठे हैं उन्होने अत्यंत सुंदर मधुर ईश्वर की वाणी को अपने कंठ मे उतारने का अद्भुत प्रयास किया हैं। एक चरण बोलते ही धीरे धीरे पूरा श्लोक स्मरण में आ जाता है। कई बार श्लोक याद नही आते, ऐसी परिस्थिति में साधकों को दिलासा देते हुये दोबारा कंठस्थ कर परीक्षा देने की प्रेरणा देते हैं। पूरी ऊर्जा के साथ ऐसे साधक दोबारा परीक्षा में अवश्य बैठते है एवं उनका आत्मबल पहले से और अधिक बलवान होता है, वह स्वयं को पूर्व अनुभव के आधार पर और अधिक धनी होने का अनुभव करते है।
-गीताव्रती श्री मुनीश अग्रवाल
