એક શબ્દમાં ધર્મની વ્યાખ્યા એટલે “દક્ષતા”
सदस्य संख्यामा वृद्धि भएको छ र विक्रम सम्वत 2080 को अन्त्यसम्ममा कम्तिमा 1000 जना साधक पुर्याउने लक्ष्य छ। गीता परिवारबाट प्रकासित सरल पठनीय श्रीमद्भगवद्गीताको पुस्तकको अफलाइन स्टोर नेपालभर विस्तार गर्न पनि गीता परिवार नेपाल सफल भएको छ। यो सेवा पनि मध्य क्षेत्रको निमित्त मैले नै गर्न पाएको छु। यसरी यो शाखा हाल सकृय भएको आभाष हुन थालेको छ।
मैले आउँदो ब्याचका लागि अहिलेदेखि नै प्रचार-प्रसार गर्न योगसमूहमा आवद्ध साधकहरुलाई आ-आफ्नो केन्द्रका सदस्यलाई परिवारसहित जोड्न र अगाडिको सेवा गर्न पनि भनेको छु। यसबाट पनि उल्लेखनीय साधक वृद्धि हुने आशा गरिएको छ।
अन्त्यमा, रजिष्ट्रेशन लगायतको अप्ठ्यारालाइ निराकरण गर्न आदरणीय शान्तनु चक्रवर्ती भैयाजीको योगदान पनि उल्लेख्य छ। नेपाली साधकको संख्या वृद्धि गर्न सम्पूर्ण टिमले कार्य गरेको छ । यसलाई हामीले एउटा प्रणालीको रुपमा विकास गर्दै जानु पर्नेछ। जो जति नेपालीभाषी साधकको गुणात्मक वृद्धिमा हृदयदेखि लाग्नुभएको छ, वहाँहरु सबैलाई सत् सत् नमन बन्धन गर्दछु।
- गुणराज पोखरेल, नेपाल
શ્રીમદ્ ભગવદ્ગીતા એ મહાભારતનો સાર છે અને મહાભારત ભગવદ્ગીતાનો વિસ્તાર છે. મહાભારતના વન પર્વમાં યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે. તેમાં યક્ષ યુધિષ્ઠિરને પૂછે છે કે, એક શબ્દમાં ધર્મની વ્યાખ્યા શું હોઈ શકે? ત્યારે યુધિષ્ઠિરનો ઉત્તર આપે છે કે, "દક્ષતા એ ધર્મ છે" આ ઉત્તર આપણા જીવનપથ પર ચાલવાનો આપણને માર્ગ સૂચવે છે.
જ્યારે પરમ પૂજ્ય ગુરુદેવ સ્વામી શ્રી ગોવિંદ દેવગિરિજી મહારાજ આ સંવાદ પર તેમનું પ્રવચન આપે છે, ત્યારે જ આપણે ખરા અર્થે દક્ષતાને સમજી શકીએ છીએ. દક્ષતા એટલે સાવધાનતા. મનુષ્ય દર ક્ષણે જો સાવધાન રહે તો તે પોતાના કોઈપણ ધર્મને ચૂકી શકતો નથી. પૂરી ભગવદ્ગીતા ડગલે ને પગલે આપણને સાવધાન રહેવાનું જ શીખવે છે. ભગવદ્ગીતામાં જ્યાં જ્યાં ભગવાને લક્ષણો બતાવ્યા છે, તે આપણને સતર્ક થવાનું જ સૂચવે છે. અન્ન, યજ્ઞ, તપ અને દાન કેવું હોવું જોઈએ, એ આપણે નક્કી કરવાનું છે, ભગવાને તેના પણ અહી લક્ષણો જ કહ્યા છે માટે આપણે આ કર્મો કરતી વખતે પણ દક્ષતા રાખવી જરૂરી છે. મોહને કારણે જ્યારે અર્જુન શું કરવું તે વિચારી શકતો નહોતો ત્યારે ભગવાને આછું સ્મિત આપી અને અર્જુનને ઠપકો આપતા કહ્યું,
ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ, નૈતત્ત્વય્યુપપદ્યતે। ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં, ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ॥૨.૩॥
ભગવાન બોલ્યા "હે પાર્થ! તું આ નપુંસકતાને તથા હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઇ જા." આમ ઠપકો સાંભળી, સાવધાન થયેલા અર્જુને ભગવાનને સહાયતાની વિનંતી કરી; જેના કારણે આપણને ભગવદ્ગીતા રૂપી અમૃત મળ્યું. મનુષ્ય પણ વિકટ પરિસ્થિતિમાં મુંઝાય જાય છે ત્યારે જો તે થોડો શાંત થઈને વિચારે તો ધીરે ધીરે માર્ગ પણ મળતો જ જાય છે. મહાભારત થવાનું મૂળ કારણ દ્યુત પ્રસંગ હતો. પાસા ફેંકવાનો ધર્મરાજ યુધિષ્ઠિરને અવસર જ મળ્યો નહોતો; તે સમયે જો તેઓ સતર્ક થઈ ગયા હોત, તો આવી અણધારી ઘટના સર્જાત જ નહીં. દ્યુત પ્રસંગમાં જ બીજી ઘટના
એવી બની હતી કે, જ્યારે પાંડવોને વનવાસ થયો ત્યારે દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુની દ્વારા જે વાણીનો વિલાસ કરવામાં આવ્યો, તેઓ પોતાની વાણી માટે સાવધાન રહ્યા નહી. તેને કારણે યુદ્ધ સંભાવી થઈ ગયું. મનુષ્ય પણ જ્યારે જ્યારે સતર્કતા ચૂકે છે ત્યારે તે પોતે જ પોતાનું અમંગળ સર્જે છે, કદાચ તે સમયે નહી તો પછી જ્યારે કર્મ પાકે ત્યારે તે દુઃખ કારક ફળ ભોગવે છે. મનુષ્ય બીજું કઈ ન કરી શકે તો કંઈ નહી પણ પોતે શું બોલે છે તેના ઉપર જો તે સતર્ક રહે તો ઘણી અણગમતી ઘટનાઓને ટાળી શકે છે.
જો વિદ્યાર્થી અભ્યાસ સમયે ગાફેલ રહે, તો તે સારા ગુણાંક મેળવી શકતો નથી. જેને કારણે તેના જીવનમાં તેને ન તો સારી ઉચ્ચ શિક્ષા મળી શકે છે અને ન તો સારી નોકરી મળી શકે છે. આમ થવાનું મૂળ કારણ છે, જે સમયે તેને અભ્યાસમાં સમય આપવાનો હતો ત્યારે તે બેદરકાર રહ્યો. આમ દરેક પ્રવૃતિ માટે જેમ જેમ આપણે વિચારીએ, તેમ તેમ આપણને સમજાશે કે, વ્યક્તિના સજાગતાના અભાવે જ તે દુઃખી થાય છે.
ભગવાન ભાગવદ્ગીતામાં કહે છે તેમ, સુખદુઃખે સમે કૃત્વા, લાભાલાભૌ જયાજયૌ। ભગવાન અર્જુનના માધ્યમથી આપણને સમજાવે છે, સુખ હોય કે દુઃખ હોય, લાભ હોય કે ગેરલાભ હોય બંનેમાં મનુષ્યએ સમતા રાખવી જોઈએ. આ સમતાનો ગુણ ત્યારે જ ઉદ્ભવી શકે જ્યારે વ્યક્તિ સાવધાન રહે. આમ દક્ષ રહેવું એટલું સરળ નથી. આપણે થોડી પ્રતિકૂળ સ્થિતિમાં જેવા મુકાઈએ તેવા આપણે આ સતર્કતા ખોઈ બેસીએ છીએ. તે માટે ઉત્તમ ઉપાય છે, ઈશ્વરની શરણ. નિરંતર ઈશ્વરનું ચિંતન જ આપણને દક્ષતા આપી શકે છે.
ગીતા પરિવારે આવા જ અનેક ઉદ્દેશ્યોથી ગીતા સંથા વર્ગ શરૂ કર્યા. જે કારણે આપણે યેનકેન પ્રકારેણ ઈશ્વર ચિંતન સાથે આપણાં સાંસારિક કાર્યો આનંદ પૂર્વક કરી શકીએ છીએ. જે જે લોકો અહી જોડાયા છે તેઓ સૌ આ વાતને અવશ્ય માનશે જ કે, ગીતા પરિવાર સાથે જોડાયા પછી તેમના જીવનમાં પહેલા કરતાં વધુ આનંદ આવ્યો છે. આ આનંદ બીજો કોઈ નથી પણ કોઈને કોઈ પ્રકારના સત્કાર્યો દ્વારા સતત ઈશ્વર સાથે રહેવાની વૃત્તિ બની ગઈ છે તેના કારણે છે. જો આપણે બારીકાઈથી આપણો આ ગીતા યાત્રાનો અભ્યાસ ઉપર નજર કરીએ તો આપણાં જીવનમાં પણ આપણી પોતાની સાવધાનતા પહેલા કરતાં વધી છે તેવું લાગશે.
અનન્યાશ્ચિન્તયન્તો માં, યે જનાઃ પર્યુપાસતે। તેષાં નિત્યાભિયુક્તાનાં, યોગક્ષેમં વહામ્યહમ્॥૯.૨૨॥
આમ અનન્ય ભાવે નિશ્ચય પૂર્વક જો આપણે ઈશ્વર સમીપ રહીશું તો આપણાં યોગક્ષેમનું વહન ભગવાન કરશે એવું તેઓ પોતે જ ભાગવદ્ગીતામાં આપણે કહે છે. આપણે તો માત્ર સાવધાન રહી ઈશ્વર સ્મરણ કરતાં કરતાં આપણાં કાર્યો કરવા જોઈએ. આપણાં કાર્યો માત્ર આ જીવન માટે જ નથી, આ તો ભવોભવ માટે છે. માનવ યોની એ એક જ કર્મ યોની છે, બાકી બધી ભોગ યોનીઓ છે. આપણને આ અમૂલ્ય માનવ જીવન મળ્યું છે, એટલે આપણે માત્ર આ જન્મ માટે જ નહીં પણ આપણી આ અનંત યાત્રા માટે સતર્ક રહી એવા સત્કર્મમાં જોડાયેલા રહીએ, જે આપણાં આ અનંત જીવન યાત્રાનો દરેક પળે ઉદ્ધાર જ કરતો રહે.
આપણને જ્યારે જ્યારે સમય મળે ત્યારે આપણે પરમ પૂજ્ય સ્વામીજીના પ્રવચનો સાંભળીએ તેમ જ સ્વામીજી દ્વારા કહેવાયેલા પ્રવચનોના અંશ રૂપી આપણાં વિવેચકો દ્વારા થતાં ગીતાજી પરના વિવેચનો સાંભળીએ, જે આપણી મનોસ્થિતિને ઊર્ધ્વગામી બનાવતી રહેશે.
- जतिन वेद, मुम्बई

